માનવ અધિકાર કાયદા ભવનના સંશોધકશ્રી સાગર વિઠ્ઠલભાઈ અમીપરાનો પીએચ.ડી. વાઈવા.

માનવ અધિકાર કાયદા ભવનના સંશોધકનો પીએચ.ડી. વાઈવા સફળતાપૂર્વક સંપન્ન

તા.12/02/2024ના રોજ કાયદા વિદ્યાશાખાના ડીનશ્રી ડૉ. મયુરસિંહ જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ માનવ અધિકાર કાયદા ભવનના સંશોધકશ્રી સાગર વિઠ્ઠલભાઈ અમીપરાનો પીએચ.ડી. વાઈવા સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

શ્રી સાગર વિઠ્ઠલભાઈ અમીપરાએ "વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના સંદર્ભમાં સોશિયલ મીડિયાની યુવાનો પર થતી સામાજિક તથા કાનૂની અસરોનો અભ્યાસ" વિષય પર પોતાનું સંશોધન કાર્ય પૂર્ણ કરી સફળતાપૂર્વક પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી.

વાઈવા પરીક્ષામાં માનવ અધિકાર કાયદા ભવનના અધ્યક્ષશ્રી ડૉ.ભગીરથસિંહ એન. માંજરીયા ઉપસ્થિત રહ્યા હતા. બાહ્ય નિષ્ણાત તરીકે ડૉ.હિરેન બી. પટેલએ સંશોધન કાર્યનું મૂલ્યાંકન કર્યું હતું. આ ઉપરાંત ડૉ. આનંદ ચૌહાણ, ડૉ. હિરેન સી. ચગ, શ્રી ગોવિંદ વેકરિયા તથા શ્રી દિવ્યેશ મોરબિયા પણ ઉપસ્થિત રહી સંશોધકને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સંશોધન કાર્યની ગુણવત્તાની પ્રશંસા કરી હતી અને સંશોધકને તેમના ભાવિ શૈક્ષણિક તથા વ્યાવસાયિક જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. માનવ અધિકાર કાયદા ભવન માટે આ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ છે, જે સંશોધન ક્ષેત્રે વિભાગની પ્રતિબદ્ધતા અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને વધુ મજબૂત બનાવે છે.

 


Published by: Department of Human Rights and International Humanitarian Laws

12-02-2024